RBI માન્ય ચલણી નાણાનો અસ્વીકાર કરવો એ ગંભીર ગુનો છે, સિક્કા વગેરેનો અસ્વિકાર કરવો એ રાજદ્રોહ છે: કિશોર દવે

- Advertisement -
Share

જાણવા મળતી વિગતો મુજબ ડીસા શહેર અને બનાસકાંઠા જિલ્લામાં રૂપિયા 1, 2 અને 5ની ચલણી નોટો અને 10 રૂપિયાના સિક્કાઓ વ્યાપારીઓ કે રિટેઇલરો સ્વીકારતા નથી.

 

આ અંગે ગ્રાહક સુરક્ષા ચળવળકાર અને ગુજરાતની જાણિતી ગ્રાહક હિત, હક્ક રક્ષક સંસ્થા શ્રીજાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોર દવેનો સંપર્ક કરી આ અંગે કાયદાકીય જોગવાઇ વિશે પુછતા, કીશોર દવેએ જણાવ્યું છે કે, આર.બી.આઇ. દ્વારા ચલણ માટે જે નાણાંને માન્ય કરવામાં આવેલા હોય તે નાણાંનો અસ્વિકાર કરવો, લેવાથી ઇનકાર કરવો એ ગંભીર ગુનો તો છે જ, તેની સાથે સાથે તે ગ્રાહક સુરક્ષા અધિનિયમનો પણ ભંગ છે.

જો કોઇ વ્યક્તિ આવી ચલણી નાણાં લેવાથી ઇનકાર કરે તે અવિશ્વાસનું વાતાવરણ ઉભુ કરે છે, તેથી તેના વિરુદ્ધ આર.બી.આઇ. એક્ટ 1934ની જોગવાઇઓ મુજબ બેન્કિંગ લોકપાલ સમક્ષ ફરિયાદ થઈ શકે છે.

 

આ ઉપરાંત જો કોઇ વ્યક્તિ ચલણી નાણાં સ્વિકારવાથી ઇનકાર કરે તો તેના વિરુદ્ધ પોલિસ સ્ટેશનમાં આઇ.પી.સી. ની કલમ 124 (ક) મુજબ રાજદ્રોહની ફરિયાદપણ નોંધાવી શકાય છે અને જો આ અંગે અગવડતા પડે તો નજીકના ગ્રાહક સુરક્ષા મંડળનો પણ સંપર્ક કરી શકાશે.

DEMO PIC

કિશોર દવેએ વધુમાં જાણાવ્યુ હતું કે, નિયમાનુસાર કોઇ વ્યકતિ વસ્તુ કે સેવા ખરીદ કરે ત્યારે તેની કિમત પૈકી મહત્તમ રુ. 1000/-ના ચલણી સિક્કાઓ વેપારી,પેઢીએ સ્વીકારવા પડશે. પણ તેથી વધુ હોય તો સ્વીકારવાથી ઇનકાર કરી શકે છે. જ્યારે બેન્કે તમામ ચલણી નાણાં સ્વિકારી અને તે નાગરીકોને ઉપલબ્ધ કરાવવા જોઈશે. બેન્કો માટે સિક્કા સ્વિકારવાની મર્યાદા આર.બી.આઇ. એ નક્કિ કરી નથી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!