થરાદના ભાભર હાઇવે પર નર્મદા કેનાલમાં ટ્રક ખાબકી : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

 

 

થરાદના ભાભર હાઇવે પરથી પસાર થતી માકડા કેનાલમાં શુક્રવારે વહેલી સવારે એક દાડમ ભરવાના ખાલી પેકેટ ભરેલી ટ્રક કેનાલમાં ખાબકી હતી. જો કે, સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં મોટા પ્રમાણમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી જાય છે. ત્યારે શુક્રવારે વહેલી સવારે એક ટ્રક કેનાલમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે.

 

 

મોરબીથી થરાદ જઇ રહેલ ટ્રક થરાદના ભાભર હાઇવે પરથી પસાર થતી માકડા કેનાલમાં ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટ્રક કેનાલમાં ખાબકી હતી.

 

Advt

 

જો કે, આ ટ્રકમાં દાડમ ભરવાના ખાલી પેકેટ ભરેલા હતા ટ્રક કેનાલમાં ખાબકતાં આજુબાજુના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

 

 

જો કે, કેનાલમાં ખાબકી ટ્રકમાં કોઇ જાનહાની થઇ ન હતી. જયારે તાત્કાલીક આજુબાજુના લોકોએ ટ્રકને કેનાલમાંથી બહાર કાઢવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!