ડીસામાં એન.સી.સી. ક્રેડીટોની શારીરિક અને લેખિત પરીક્ષા યોજાઇ

- Advertisement -
Share

 

35 ગુજરાત બટાલિયન પાલનપુરના એન.સી.સી. ક્રેડીટોની બુધવારે ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં શારીરિક અને લેખિત પરીક્ષા યોજાઇ હતી. જેમાં 350 એન.સી.સી. ક્રેડીટોએ ભાગ લીધો હતો.

 

 

એન.સી.સી. દ્વારા વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનની ભાવના પેદા થાય તે હેતુ એન.સી.સી. દ્વારા અલગ-અલગ કાર્યો કરવામાં આવે છે. જ્યારે 2 વર્ષના સમયગાળા દરમિયાન તેમને વિવિધ પ્રકારની તાલીમ અપાઇ હતી.

 

 

જ્યારે કોવિડ-19 ના સમયગાળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ પ્રશાસનની સાથે એન.સી.સી. એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

 

જે અનુસંધાને 35 ગુજરાત બટાલિયન પાલનપુર દ્વારા સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં શારીરિક અને લેખિત પરીક્ષાનું આયોજન કરાયું હતું.

 

 

ત્યારે ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા કેન્દ્ર અપાયું હતું. ડીસાની ડી.એન.પી. આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજમાં બુધવારે 350 એન.સી.સી. ક્રેડીટોએ શારીરિક અને લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો.

 

 

જેમાં યુનિટના સુબેદાર મેજર શ્રવણસિંહ સાથે 2 પી.આઇ. સ્ટાફ અને સી.સી. ઓફીસર ભરતસિંહ ખાડેલીયા સાથે વિવિધ શાળાના એન.સી.સી. ઓફીસરોની ઉપસ્થિતિમાં પરીક્ષા યોજાઇ હતી.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!