પાલનપુરમાં બાયપાસ માટે રૂ. 380 કરોડ મંજૂર થતાં લોકોમાં ખુશીનો માહોલ : વાહનચાલકોને ટ્રાફીકથી મુક્તિ મળશે

- Advertisement -
Share

 

પાલનપુરમાં નેશનલ હાઇવે 27 પર ટ્રાફીકની સમસ્યા ખૂબ જ માથાના દુઃખાવા સમાન બની ગઇ હતી. જેને લઇને સ્થાનિક લોકો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરાઇ હતી.

 

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

 

જેને લઇને મંગળવારે સરકાર દ્વારા રૂ. 380 કરોડના ખર્ચે 24. 813 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજૂર કરતાં નેશનલ હાઇવે 27 પર થતી ટ્રાફીકની સમસ્યા હવે દૂર થશે.

 

 

બનાસકાંઠા જીલ્લાના જીલ્લા મથક પાલનપુરમાં ટ્રાફીકની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. જ્યારે નેશનલ હાઇવે 27 પર વાહનોની લાંબી લાંબી કતારો લાગતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી.

 

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

 

આ ભારે ટ્રાફીકની સમસ્યાને લઇને સ્થાનિક લોકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઇ હતી. જેને ધ્યાને લઇ મંગળવારે ગુજરાત સરકાર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા પાલનપુરમાં બાયપાસ રોડ મંજૂર કર્યો હતો.

 

જેમાં પાલનપુર શહેરમાંથી બાયપાસ બાંધકામ પાછળ રૂ. 380 કરોડનો ખર્ચ મંજૂર કર્યો હતો. પાલનપુર શહેરમાંથી બાયપાસ રોડ 24.813 કિલોમીટર રોડ મંજૂર થતાં નેશનલ હાઇવે 27 પર સર્જાતો ટ્રાફીકજામની સમસ્યામાંથી લોકો મુક્ત થશે અને ટ્રાફીકની સમસ્યા પણ દૂર થશે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!