ડીસામાં ફાયરીંગ કરનાર શખ્સના 3 દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં

- Advertisement -
Share

 

ડીસામાં મોડી રાત્રે ફાયરીંગ થયા હોવાની ઘટનાના પગલે ડીસા પોલીસે ગણતરીના કલાકોમાં કુખ્યાત શખ્સને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. જ્યારે ગુરૂવારે ડીસા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાના ડીસામાં સામાન્ય બોલાચાલીમાં એક યુવક પર ફાયરીંગ થતાં ગોળી યુવકના પગમાં વાગી હતી. પગમાં ગોળી વાગતાં અરવિંદસિંહ રાજપૂત ઇજાગ્રસ્ત થયો હતો.

 

 

યુવક પર હુમલો કરનાર કે.કે. લુહાર અગાઉ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોઇ ડીસા તાલુકા પોલીસે ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો.

 

 

જ્યારે ગુરૂવારે ડીસા તાલુકા પોલીસ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે શખ્સના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

 

ડીસા કોર્ટ દ્વારા ડીસામાં ફાયરીંગ કરી ભય ફેલાવનાર કુખ્યાત શખ્સના ત્રણ દિવસના એટલે શનિવાર સુધીના રીમાન્ડ મંજૂર કર્યાં હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!