બનાસકાંઠાના ત્રણ તાલુકાના ખેડૂતો પહોંચ્યા ડીસા નાયબ કલેકટર કચેરી : વીજ લાઇનનું ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ, દિયોદર અને ભાભર આ ત્રણ તાલુકામાંથી અદાણી ગૃપ સંકલિત ટ્રાન્સકો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ખેડૂતોને પૂરેપૂરૂ વળતર ન ચૂકવી ખેડૂતોના ખેતરોના ઉભા પાકમાં હેવી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલુ કરતાં ખેડૂતો રોષે ભરાયા હતા.

 

 

રોષે ભરાયેલા ખેડૂતો શુક્રવારે ડીસા નાયબ કલેક્ટર કચેરી આગળ ધરણાં પર બેસી પૂરેપૂરૂ વળતર મળે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

 

 

કાંકરેજ, દિયોદર અને ભાભરના ખેડૂતો શુક્રવારે ડીસાના નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી પોતાની જમીનમાંથી પસાર થતી હેવી વીજ લાઇન માટે પૂરા વળતરની માંગ કરી હતી.

 

 

ખેડૂતોની માંગ છે કે, અદાણી ગૃપ સંકલિત ટ્રાન્સકો પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેમના ખેતરોના ઉભા પાકમાં હેવી વીજ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે.

 

 

જે અંતર્ગત તેમણે સરકારના માર્ગદર્શિકા મુજબ 15 ટકા વળતર મેળવવા માટે સરકારની જોગવાઇ હોવા છતાં કંપની દ્વારા માત્ર ન કહી શકાય તેવું વળતર આપી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

 

 

જેને લઇને ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો છે. જેથી શુક્રવારે ખેડૂતો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ ધરણાં પર બેસી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

 

ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે, ‘જ્યાં સુધી ટ્રાન્સકો કંપની દ્વારા પૂરેપૂરૂ વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કંપનીના હેવી વીજ લાઇન કામગીરીને અટકાવવામાં આવશે.’

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!