ડીસામાં મોડી રાત્રે ફાઈરિંગ: ટેકરા ભીલવાસ વિસ્તારમાં ફાયરિંગ થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

- Advertisement -
Share

 

ડીસાના ટેકરા વિસ્તારમાં આવેલ ભીલવાસ વિસ્તારમાં રાત્રીના સમયે ત્રણ યુવકો બેઠા હતા જે સમયે ત્યાં બાઈક લઈને આવેલ કિશોર લુહારે સીયા ગામના વ્યક્તિ પગ પર ગોળી મારતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

ડીસા શહેર એ મીની યુ.પી બની ગયું હોય તેમ રોજ-બ-રોજ એક બાદ એક ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નજીવી બાબતે હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે.

 

 

ત્યારે ડીસા શહેરના ટેકરા વિસ્તાર પાસે આવેલ ભીલવાસ વિસ્તારમાં ત્રણ યુવકો બેઠા હતા જે યુવકો પોતાની વાતો કરી રહ્યા હતા તે સમયે કિશોર લુહાર નામનો શખ્સ બાઈક લઈને આ ત્રણ યુવકો પાસે પહોંચ્યો હતો. જ્યાં કિશોર લુહારે આ ત્રણે યુવકને કહેલ કે તમે અહીંયા કેમ બેઠા છો તેમ કહી અપશબ્દો બોલ્યા હતા જેથી આ ત્રણેય યુવકોમાંથી મહેન્દ્ર નામના યુવકે કિશોરને અપશબ્દો બોલવાની ના કહેતાં કિશોર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને સૌપ્રથમ તેની પાસે રહેલ રિવોલ્વરથી નીકાળી અને હવામાં ફાયરિંગ કર્યું હતું જે બાદ કિશોરે આ ત્રણે યુવકોમાંથી અરવિંદસિંહ રાજપૂતને પગમાં ગોળી મારી હતી.

 

 

જે બાદ બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જેથી કિશોર ત્યાથી નાસી છુટ્યો હતો જે બાદ ઈજાગ્રસ્ત થયેલા અરવિંદ સિંહને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના બાદ કિશોર ડીસાના ફુવારા સર્કલ પાસે પહોંચ્યો હતો જ્યાં પણ તેને પોતાના પાસે રહેલ રિવોલ્વરથી લોકોને ડરાવવાનું શરૂ કર્યું હતું.

 

 

સૌ પ્રથમ તેણે મારુતિ કારના કાચ તોડ્યા હતા અને આજુબાજુ લારીવાળાને પણ તેને ડરાવી ધમાલ કરી હતી સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ ડીસા ઉત્તર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કિશોર લુહારને દબોચી લીધો હતો.

 

 

આ ઘટના બાદ ડીસા શહેરમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોની માંગ છે કે આવા અસામાજીક તત્વો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં વારંવાર બનતી ગુનાહિત ઘટનાઓ અટકી શકે તેમ છે.

 

 

શખ્સ અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલો છે
ડીસામાં ફાયરીંગ પ્રકરણમાં ઝડપાયેલ કે. કે. ઉર્ફે કિશોર કાન્તીલાલ લુહાર ડીસા, ચાંદખેડા અને વડોદરા ગ્રામ્ય જેવા વિસ્તારમાં ચોરી, હથિયાર અને લૂંટના અનેક ગુનામાં સંડોવાયેલો છે.

 

 

પોલીસે શખ્સ પાસેથી બંદૂકની સામગ્રી જપ્ત કરી
એક મોજર બંદૂક, 6 દેશી કારતૂસ, એક ખાલી કારતૂસ અને બે ખાલી મેગેજીન જપ્ત કરી તપાસ અર્થે મોકલી આપ્યા છે.

 

 

 

 

From – Banaskantha Update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!