ડીસાના ભોયણ નજીકથી પીકઅપ જીપડાલાની ઉઠાંતરી થતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસાના ભોયણ નજીક આવેલ એક સોસાયટીમાં પાર્ક કરેલ પીકઅપ જીપડાલાની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા એકાદ માસની વાહન ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ડીસામાં બાઇક અને કાર સહીત જીપડાલાની ચોરીની ઘટના પણ વધવા પામી છે. ત્યારે ડીસા તાલુકાના ભોયણ નજીક આવેલી સોસાયટીમાંથી વધુ એક પીકઅપ જીપડાલાની ચોરી થતાં ચકચાર મચી ગઇ છે.

 

ત્યારે આ ચોરીની ફરિયાદ મૂળ થરાદના નારોલી ગામના વતની અને હાલ ડીસાના ભોયણ નજીક આવેલ શેત્રુજી સોસાયટીમાં રહેતાં ગિરીશભાઇ પરષોત્તમભાઇ ત્રિવેદી ડ્રાઇવીંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

જો કે, ગત તા. 18/01/2022 ના રોજ પોતાની માલિકીનું પીકઅપ જીપડાલા નં. GJ-13-V-4222 કિંમત રૂ. 3,00,000 જે પોતાના ઘર આગળ પાર્ક કરી રાત્રે સૂઇ ગયા હતા.

 

જયારે મોડી રાત્રે પીકઅપ જીપડાલુ ચાલુ થયો તેવો અવાજ આવતાં તેઓ જાગી ગયા હતા અને ઘરની બહાર આવી જોયું તો પોતાનું પાર્ક કરેલું પીકઅપ જીપડાલું જણાયું ન હતું.

 

જેથી આજુબાજુમાં પણ તપાસ કરતાં મળી ન આવતાં તેમને પીકઅપ જીપડાલાની ચોરી થયાનું માલૂમ પડયું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!