જાણીતા લોક ગાયક કલાકાર સુવાળા આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી માત્ર 7 માસમાં જ ભાજપમાં જોડાયા

- Advertisement -
Share

 

જાણીતા લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઇ ગયો છે. ‘આપ’ માં જોડાયાના 7 માાસમાં જ સુવાળા રાજીનામું આપી ભાજપમાં જોડાશે.

 

 

વિજય સુવાળાના અત્યંત નજીકના વ્યક્તિએ માહિતી આપી છે કે ‘ભુવાજી’ વિજય સુવાળા કમલમ ખાતે ભાજપનો કેસરસિયો ખેસ પહેરી લીધો છે. તા. 22 જૂન-2021 ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ સોમવારે ભાજપનો ખેસ ધાર કર્યો છે.

 

 

રવિવારે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જો કે, ઇસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા ન હતા.

 

 

વિજય સુવાળા છેલ્લા કેટલાંક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા ન હતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી.

 

 

વિજય સુવાળા ભાજપ માટે કેમ મહત્વના છે ? વિજય સુવાળા ઉત્તર ગુજરાતના ગીતો ગાતા ગાયક છે અને વતની પણ ઉત્તર ગુજરાતના છે. આ ઉપરાંત હાલમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પણ જાણીતા છે.

 

 

આથી જો વિજય સુવાળા ભાજપમાં જોડાય તો ભાજપને મોટો ફાયદો થઇ શકે એમ છે. કેમ કે, ભાજપને તેઓની લોકપ્રિયતાનો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં મળી શકે છે. આમ ભાજપમાં વિજય સુવાળાના જવાથી ભાજપને ફાયદો મળશે તે નક્કી છે.

 

 

વિજય સુવાળા કોણ છે ? વિજય સુવાળા મહેસાણા જીલ્લાના સુવાળાના વતની છે. વિજય સુવાળાના પિતા રણછોડભાઇએ 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચવાનો ધંધો કર્યો હતો.

 

 

વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. વિજય સુવાળાએ નાનપણમાં પિતાનો સંઘર્ષ ખૂબ નજીકથી જોયો હતો. આથી નાનપણમાં મેળામાં ફરવા જવા માટે રૂ. 10 પણ માંગી શકતા ન હતા.

 

ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વિજય સુવાળાને ભણવામાં મન લાગતું નહીં અને ઝડપથી રૂપિયાદાર બનવાનો વિચારો આવતા હતા. આથી એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂ. 6,500 ની નોકરીથી શરૂઆત કરી હતી.

 

મોટા બાપુજીના ઘરે માતાજીના જાતરનો પ્રસંગ હતો. આ પ્રસંગે માતાજીનો માંડવા હતો. ત્યારે ગણપતિનું ભજન ગાયું હતું. પરિવારના લોકોએ રૂપિયાની ઘોર કરી અને ભજનીક રમેશ રાવળે અવાજના વખાણ કર્યાં તો ગાયક બનવાનો વિચાર આવ્યો હતો.

 

પિતાના મિત્ર ગોવિંદભાઇ ભરવાડના ઘરે ભજનમાં જતાં ત્યારથી ન ખબર પડતાં ગાયક બનવાની શરૂઆત થઇ ચૂકી હતી. દૂરદર્શનમાં ભજનોનું રેકોર્ડીંગ થતું ત્યારે પણ ઓડીયન્સમાં બેસવા જતા હતા.

 

વિજય સુવાળા ભુવાજી હોવાથી શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા જ ગાતા હતા. સંજય ત્રાગડ નામના મિત્રએ સૌપ્રથમ વખત વિજય સુવાળાને પ્રોફેશનલ સિંગર બનવાનું સપનું દેખાડયું હતું.

 

આથી વિજય સુવાળાએ રેગડી સિવાયના ઉત્તર ગુજરાતના ગીતો ગાવા લાગ્યા હતા. રણાસણ ગામમાં એક માતાજીના કાર્યક્રમમાં વિજય સુવાળાએ ‘સીદડી તલાવડી’ ગીત ગાયું હતું. આ ગીતનો વિડીયો ઉત્તર ગુજરાતમાં વાયરલ થતાં વિજય સુવાળા રાતોરાત લોકપ્રિય બની ગયા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!