ડીસાના જૂનાડીસામાં ઇકોના ચાલકે બાઇકને ટક્કર મારતાં બે વ્યક્તિઓ ઘાયલ

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના જૂનાડીસા નજીક આવેલ સતરા શહીદની દરગાહ પાસે ઇકો ગાડીના ચાલકે બાઇક પર સવાર બે યુવકોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

 

જેમાં બાઇક પર સવાર બે યુવકો ઘાયલ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસાના જૂનાડીસા નજીક આવેલ સતરા શહીદની દરગાહ પાસે ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

જેમાં બાઇક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસાના માધવ સીટીમાં રહેતાં દશરથભાઇ અરજણભાઇ રબારી પોતાનું મોટર સાઇકલ લઇ દૂધા-રામપુરામાં તેમના સબંધીને મળવા માટે ગયા હતા

 

અને સાંજે પરત તેમના સબંધી સુનિલભાઇ વિનોદભાઇ સુથાર બંને યુવકો મોટર સાઇકલ પર ડીસા આવી રહ્યા હતા. તે દરમિયાન જૂનાડીસા નજીક આવેલ સતરા શહીદની દરગાહ પાસે એક ઇકો ગાડીના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી સામેથી આવી રહેલ મોટર સાઇકલને ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જ્યારે અકસ્માતમાં મોટર સાઇકલ પર સવાર દશરથભાઇ અરજણભાઇ રબારી અને સુનિલભાઇ વિનોદભાઇ સુથારને માથા અને મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં 108 વાન મારફતે ખસેડાયા હતા.

 

જ્યારે વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ઇકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!