ડીસા સહીત ગુજરાતભરમાં કોરોના વાયરસના કેસ વધતાં ધો. 1 થી 9 શાળાઓ બંધ : શાળાઓ વિદ્યાર્થીઓ વગર સૂમસામ

Share

 

સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના પગલે સરકાર દ્વારા ધો. 1 થી 9 ની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ તમામ શાળાઓ વિદ્યાર્થીઓ વગર સૂમસામ જોવા મળી હતી.

 

 

ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીમાં ધો. 1 થી 9 ની શાળાઓ બંધ કરવાના આદેશના પગલે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પણ શનિવારથી તમામ શાળાઓમાં ધો. 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું.

 

 

જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં લોકોના વધેલા સંક્રમણના પગલે દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ધો. 1 થી 9 ની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

 

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પણ શનિવારે ધો. 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. જેના કારણે ફરી એકવાર ડીસા તાલુકાની તમામ શાળાઓ સૂમસામ જોવા મળી હતી.

 

 

ડીસા તાલુકામાં આવેલી તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ વગર શિક્ષકો વિદ્યાર્થીઓ વગર શાળામાં શિક્ષકો નજરે પડયા હતા. શિક્ષકોનું માનવામાં આવે તો કોરોના વાયરસની બીજી લહેરમાં શાળાઓ બંધ હોવાના કારણે તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર જોવા મળી હતી.

 

ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તો ઓનલાઇન શિક્ષણ સારી રીતે વિદ્યાર્થીઓને આપી શકાય છે પરંતુ ગ્રામિણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણમાં અનેક તકલીફો ભોગવવી પડે છે.

 

જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર ઓનલાઇન શિક્ષણ લઇ શકતા નથી. ત્યારે ફરી એકવાર કોરોના વાયરસની મહામારીમાં સરકાર દ્વારા શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવતાં વિદ્યાર્થીઓ પર આવનારા સમયમાં મોટી અસર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

 

સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીમાં જે પ્રમાણે દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. તેના કારણે નાના બાળકોમાં કોરોના મહામારીનું સંક્રમણ વધે નહીં તે માટે હાલમાં ધો. 1 થી 9 નું શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે.

 

એક તરફ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તે માટે દરેક શાળાઓમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. તો બીજી તરફ શનિવારથી શાળાઓ બંધ થઇ જતાં ફરી એકવાર વિદ્યાર્થીઓને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.

 

ખાસ કરીને વાત કરવામાં આવે તો શાળાઓ બંધ થતાં ડીસા શહેરની તમામ શાળાઓના ક્લાસ રૂમ વિદ્યાર્થીઓ વગર સૂમસામ જોવા મળ્યા હતા.

 

ત્યારે ચોક્કસથી કહી શકાય કે, સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીમાં શાળાઓ બંધ કરી દેવામાં આવતાં હાલમાં તેની સીધી અસર શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share