બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસીય છૂટા છવાયા વરસાદની આગાહી

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ફરી હવામાન વિભાગે ત્રણ દિવસીય વાદળછાયા વાતાવરણ અને છૂટા છવાયા વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

 

શિયાળાની શરૂઆત થતાં જ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

 

અગાઉ પણ હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદ થયો હતો અને ખેડૂતોએ કરેલા વાવેતરમાં રોગો થવાની સંભાવના સેવાઇ રહી હતી.

 

ત્યારબાદ મંગળવારથી ફરી હવામાન વિભાગ દ્વારા તા. 5 અને તા. 7 આ ત્રણ દિવસ વાદળછાયુ વાતવરણ અને છૂટા છવાયા વરસાદ થવાની આગાહી કરી છે. આ આગાહીના પગલે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share