ડીસામાં રેડીમેડ-ગારમેન્ટ, કાપડ અને ફૂટવેર એસોસીએશનના વેપારીઓએ GSTમાં 12 ટકા વધારો પાછો ખેંચવા કાળી પટ્ટી ધારણ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું

Share

ડીસાના રેડીમેડ-ગારમેન્ટ, કાપડ અને ફૂટવેર એસોસીએશનના વેપારીઓએ ગુરૂવારે સાંઇબાબા મંદિર આગળ કાળી પટ્ટી ધારણ કરી જી.એસ.ટી. માં 12 ટકા વધારો કરતાં તેના વિરોધમાં બેનરો સાથે રેલી સ્વરૂપે ડીસા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવી જી.એસ.ટી.માં વધારો પાછો ખેંચવા બાબતે ઉગ્ર રજૂઆત કરાઇ છે.

સમગ્ર ભારતભરમાં 2020 અને 2021 માં કોરોનાએ આતંક મચાવ્યો હતો અને સરકાર દ્વારા સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું.

જેને લઇને આર્થિક તંત્ર પડી ભાગ્યું હતું પરંતુ જે બાદ કોરોનાની બીજી લહેરમાં કોરોનાના સતત કેસમાં વધારો થતાં અનેક લોકો તેના ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા.

જ્યારે તમામ નાના વેપારીઓના ધંધા પડી ભાંગ્યા હતા. જે બાદ ધીમે ધીમે કોરોના કેસમાં ઘટાડો થતાં સરકાર દ્વારા ધંધા-રોજગાર ચાલુ કરવા માટે છૂટછાટ આપવામાં આવી હતી અને ત્યાર પછી ફરી કોરોનાના કેસમાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે.

જ્યારે એમિક્રોન વાયરસ એ પણ માથુ ઉંચક્યું છે તેવામાં સરકાર દ્વારા કાપડ, રેડીમેડ અને ફૂટવેરમાં જી.એસ.ટી. ના 5 ટકાથી વધારો કરીને ૧૨ ટકા જેટલો જી.એસ.ટી. માં વધારો કરવામાં આવે તો તમામ નાના વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઇ જાય છે અને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી ભર્યું બની જાય તેમ છે.

જેથી ગુરૂવારે ડીસાના રેડીમેડ-ગારમેન્ટ એસોસીએશન, કાપડ એસોસીએશન અને ફૂટવેર એસોસીએશનના વેપારીઓ તમામ કાળી પટ્ટી ધારણ કરી ડીસાના સાંઇબાબા મંદિર આગળ રેલી સ્વરૂપે ડીસા મામલતદારમાં પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને 12 ટકા જી.એસ.ટી.માં વધારો કરેલ તે પાછો ખેંચવા માટે ઉગ્ર રજૂઆત કરાઇ છે.

 

 

 

From – Banaskantha Update

 


Share