ડીસા ઉત્તર અને દક્ષિણ પોલીસે દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી જથ્થાનો નાશ કરાયો

Share

 

ગુજરાતમાં દારૂબંધી છે અને પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે અને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નિયમોનુસર નાશ કરવામાં આવે છે.

 

 

ત્યારે મંગળવારે ડીસામાં ડીસા દક્ષિણ અને ડીસા ઉત્તર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ઝડપી પાડવામાં આવેલા દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.

 

 

ભારતના મોટાભાગના રાજ્યોમાં દારૂ પ્રતિબંધિત નથી પરંતુ ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અને અહી દારૂની બદીને અટકાવવા માટે પોલીસ પણ ખૂબ જ સક્રીય રહેતી હોય છે. ગુજરાતમાં દારૂનો જથ્થો ભાગ્યે જ જાહેરમાં જોવા મળતો હોય છે.

 

 

પરંતુ મંગળવારે ડીસામાં અંદાજીત રૂ. 40 લાખની કિંમતનો જથ્થો રસ્તા પર જોવા મળ્યો હતો. આ દારૂના જથ્થા પર ફરતાં બુલડોઝરને આ જથ્થો ડીસા દક્ષિણ અને ડીસા ઉત્તર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ઝડપી પાડવામાં આવેલા જથ્થાનો નાશ કરાયો હતો.

 

 

જયારે સ્થાનિક નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક અને નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં રૂ. 39,15,195 કિંમતની 24,342 દારૂ અને બિયરની બોટલોનો નાશ કરાયો હતો. આ જથ્થો છેલ્લા બે વર્ષ દરમિયાન ઝડપી પાડવામાં આવેલો જથ્થો છે.

 

આ તમામ જથ્થાનો નાશ કર્યાં બાદ કાચની બોટલો અને પુઠ્ઠાને જમીનમાં લગભગ 10 ફૂટ ઉંડો ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યા હતા.

 

 

દારૂના જથ્થાનો નાશ કરતી વખતે તકેદારીના ભાગરૂપે ફાયર-ફાઇટર પણ ઉપલબ્ધ હતો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂસ્ત બંદોબસ્ત સાથે દારૂના જથ્થાનો નાશ કરાયો હતો અને દારૂના જથ્થાનો નાશ કરતી વખતે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share