ડીસામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં દિગ્ગજોની હાર : કેટલાંક યુવા જીત્યા : મોડી સાંજ સુધી ચાલી મત ગણતરી

Share

 

ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની મત ગણતરી મંગળવારે યોજાતાં અનેક ગામોમાં બંને ત્રણ-ત્રણ ટર્મથી સરપંચ પદે ચૂંટાતાં દિગ્ગજ ઉમેદવારોની હાર થઇ છે.

 

 

જ્યારે મોટાભાગના ગામોમાં યુવા ઉમેદવારોનો વિજય થયો હતો. મત ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. વિજેતા ઉમેદવારોના વિજય સરઘસની પોલીસ બંદોબસ્ત સાથે ગામડાઓમાં રવાના કરાયા હતા.

 

 

ડીસા તાલુકામાં કુલ 84 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં 4 ગ્રામ પંચાયતો સમરસ થતાં 80 પંચાયતોની ચૂંટણી જ્યારે 8 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી.

 

 

જેમાં ડીસાની એસ.સી.ડબ્લ્યુ હાઇસ્કૂલમાં મંગળવારે મત ગણતરી યોજાઇ હતી. સાંજે 6 વાગ્યા સુધી 50 જેટલાં ગામોની મત ગણતરી પૂર્ણ થઇ હતી. ત્યારબાદ પણ ગણતરીનું કામ ચાલુ રહ્યું હતું.

 

 

ડીસા ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ મંગળવારે વહેલી સવારથી જ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ડીસાના ચૂંટણી અધિકારી કે.એસ.તરાલ દ્વારા કુલ 18 રૂમોમાં મત ગણતરીની વ્યવસ્થા કરાઇ હતી. મત ગણતરી શરૂ થતાં એસ.સી.ડબ્લ્યુ હાઇસ્કૂલ બહાર દિવસભર ચારે બાજુ ગ્રામિણ લોકોની ભારે ભીડ એકત્ર થઇ હતી.

 

 

મત ગણતરી શરૂ થતાં એક પછી એક ગામના પરિણામ જાહેર થતાં વિજેતા ઉમેદવારોના ઢોલ નગારા અને બેન્ડ સાથે સરઘસ નીકળવા લાગતાં શહેરના મુખ્ય માર્ગો પર પણ ટ્રાફીકજામની સ્થિતિ સર્જાઇ હતી. સાંજે 6 વાગ્યા સુધી હજુ 50 જેટલાં ગામોની જ ગણતરી થઇ શકી હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share