બનાસકાંઠા જિલ્લો ઠંડોગાર બન્યો : કોલ્ડ વેવને પગલે ડીસામાં લઘુત્તમ તાપમાન 8.8 ડીગ્રી નોંધાયું

- Advertisement -
Share

ઉત્તરપૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. આજે ડીસામાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ હતા. જોકે, હજુ પણ આગામી 48 કલાક સુધી કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉત્તરપૂર્વીય પવનો અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાની સીધી અસર ગુજરાત અને બનાસકાંઠામાં પણ થઈ રહી છે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ડીસામાં આજે લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે.

છેલ્લા 2 દિવસમાં જ કોલ કોલ્ડ વેવના કારણે તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા અગાઉ 11થી 12 ડિગ્રી તાપમાન રહેતું હતું તે ઘટીને પારો 8.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે.

લોકો રાતે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નિકળવાની નોબત આવી છે. રાત્રે પણ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે, આગામી 48 કલાક સુધી હજુ પણ કોલ્ડ વેવની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!