બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી જીલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી જીલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. તા. 19 ડીસેમ્બરના મતદાનના દિવસે મતદારો પોતાની ચૂંટણી સબંધી ફરિયાદો નોંધાવી શકશે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયત સામાન્ય અને પેટા ચૂંટણી આગામી તા. 19 ડીસેમ્બરના રોજ યોજાશે. જેને લઇ જીલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. ત્યારે સબંધિત ગ્રામ પંચાયત વિસ્તારની ચૂંટણીઓમાં મતદાનના દિવસે મતદારોને મતદાન સબંધિત કોઇ ફરિયાદ હોય તો જીલ્લામાં કલેક્ટર કચેરી પાલનપુરની ચૂંટણી શાખા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે.

 

આ કંટ્રોલ રૂમના નંબરો ઉપર મતદારો તા. 19/12/2021 ના રોજ મતદાનના દિવસે પોતાની ચૂંટણી સબંધી ફરિયાદો નોંધાવી શકશે. જેની સબંધિત ગ્રામ પંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારના મતદાન વિભાગના તમામ મતદારો અને જાહેર જનતાએ નોંધ લેવા જીલ્લા ચૂંટણી અધિકારીએ વિનંતી કરી છે.

 

જીલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમ નં. 1 બનાસકાંઠા-પાલનપુર 02742-260791, તાલુકા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમ નં. B. અ.નં. તાલુકાનું નામ કંટ્રોલ રૂમ નં. (1) પાલનપુર 02742-257261, (2) વડગામ 02739-262021, (3) દાંતા 02749-278134, (4) અમીરગઢ 02742-232176, (5) ડીસા 02744-222250

 

(6) કાંકરેજ 02747-233721, (7) દિયોદર 02735-244626, (8) લાખણી 02744-256111, (9) ધાનેરા 02748-222024, (10) દાંતીવાડા 02748-278081, (11) થરાદ 02737-223675, (12) વાવ 02740-227022, (13) સૂઇગામ 02740-223642 અને (14) ભાભર 02735-222677 ઉપર સંપર્ક કરી શકાશે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share