આ તારીખે રાજ્યની 8684 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે : સરપંચ પદ માટે 27,200 અને સભ્યો માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં

Share

 

રાજ્યમાં તા. 19 ડીસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. તો તંત્ર દ્વારા પણ મતદાનને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરાઇ છે. ત્યારે આવો જાણીએ ગ્રામ પંચાયતના ચૂંટણી જંગની એ ટુ ઝેડ માહિતી.

 

 

તા. 19 ડીસેમ્બરે રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે. આ ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જ્યારે 53,507 સભ્યો ચૂંટવા માટે 1,19,998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.

 

8684 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 1,82,15,013 મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 93,69,202 પુરૂષ મતદાર છે. જ્યારે 88,45,811 મહીલા મતદારોનો સમાવેશ થાય છે.

 

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે કુલ 23,907 મતદાન મથકો ઉભા કરવામા આવશે. જેમાં 6656 મતદાન મથકો સંવેદનશીલ અને 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

 

તા. 19 ડીસેમ્બરે યોજાનારી ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે 8684 ગ્રામ પંચાયતોમાં કુલ 51,747 પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્ત જાળવશે. મતદાન પ્રક્રીયા માટે 2,546 ચૂંટણી અધિકારીઓ, 2,827 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 1,37,466 પોલીંગ સ્ટાફ ફરજ પર હાજર રહેશે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share