સૂઇગામ તાલકાની એક મહિના અગાઉ બનાવેલી લીંબુણી માઇનોર કેનાલમાં રવિવારે ગાબડું પડ્યું હતુ. જેના પાણી બાજુના ખેતરમાં એરંડાના પાકમાં ફરી વળતાં પાકને નૂકશાન થવાની ભિતી છે.
[google_ad]
જેના પગલે ખેડૂતોમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. સુઈગામ તાલુકાની કેનાલોમાં છાસવારે ગાબડાં પડતાં હોય છે. તેના કારણે ખેડૂતોને લાખોનું નુકશાન થતું હોય છે અને હજારો ક્યુસેક પાણીનો બગાડ થતો હોય છે.
આ સિલસીલો બંધ થવાનું નામ નથી લેતો ત્યારે સુઈગામ તાલુકાની મોરવાડા ડિસ્ટ્રી કેનાલમાંથી નીકળતી લીંબુણી માઈનર કેનાલ જે એક મહિના પહેલાં જ બનાવેલ છે. તેમાં ગેટમેનની બેદરકારીથી ફૂલ પાણી છોડવામાં આવતાં ગાબડું પડ્યું હતુ.
જેના પાણી બાજુના ખેતરમાં વાવેલા એરંડાના પાકમાં ફરી વળતાં પાકને નૂકશાન થવાની ભિતી છે. આ અંગે ખેડૂતે રોષ સાથે જણાવ્યું હતુ કે, અગાઉ પણ મારા ખેતરમાં ચારથી પાંચ વખત આ કેનાલમાં ગાબડું પડતા પાણી ફરી વળેલ છે.
From – Banaskantha Update