પાલનપુરના કાણોદરમાં ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

Share

પાલનપુરના કાણોદર ખાતે આવેલ એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ થતા ફાયર ફાઈટરની ટિમ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કાણોદર ખાતે આવેલ એક ભંગારના ગોડાઉનમાં અચાનક એકાએક આગ લાગવાની ઘટના સામે આવી. કાણોદરમાં ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરનો માહોલ સર્જાયો હતો તેમજ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ લોકોમાં આગના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

તાત્કાલિક ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાથી આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા તેમજ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી ગયો આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ ભંગારના ગોડાઉનમાં લાગેલા આગના કારણે લાખોના માલસામાન બળીને ખાખ થયાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

 

 

From – Banaskantha Update


Share