ડીસાના ડાવસમાં પોલીસ અને લશ્કરી ભરતીમાં યુવક-યુવતીઓની લાંબી દોડ યોજાઇ

Share

સમગ્ર ગુજરાતમાં પોલીસ ભરતી અને લશ્કરી ભરતીમાં જોડાવા માટે યુવાનો અને યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરતીમાં જોડાવા ઈચ્છુક યુવક અને યુવતીઓ માટે ડાવસ ગામના સરપંચ જામતાજી અનુપજી ઠાકોર, ગામના યુવાનો અને ગ્રામજનોના સહકારથી ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તૈયાર કરાયું હતું. જેમાં શનિવારે લાંબી દોડનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓએ ભાગ લીધો હતો.

 

 

લાંબી દોડના આયોજન પ્રસંગે ઉપસ્થિત ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જે. ચૌધરી, જાગૃતિ ટ્રસ્ટી અશ્વિનભાઈ પરમાર, એક્ષ-આર્મી મેન રસીકજી મેસરા, મેડીકલ ઓફીસર સંજયભાઈ સોલંકી અને ડાવસ ગામના સરપંચ સહીત ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું.

 

 

જ્યારે યોજાયેલ પોલીસ ભરતી અને લશ્કરી ભરતીઓના પ્રેકટીકલમાં ડાવસ ગામના યુવાન અને યુવતીઓને ઉત્સાહ, પ્રેરણા મળે તે હેતુથી લાંબી દોડનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ, યુવાનો અને વિદ્યાર્થીઓમાં નવું બળ આપવા માટે ડાવસ ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, આગેવાનો, ગામના યુવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા બદલ છેલ્લા કેટલાંય સમયથી સખત પરીશ્રમ કરનાર ગામના યુવાનોને સહુ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે લાંબી દોડમાં વિજેતા દોડવીરોમાં પ્રથમ નંબર ભગવાન ઠાકોર, બીજો નંબર કનુસિહ વાધેલા અને ત્રીજો નંબર હીરાભાઇ ઠાકોર રહ્યા હતા.

 

જ્યારે વિજેતા દોડવીરોમાં દિકરીઓ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર આરતી જગદીશભાઇ માળી ધો.11, બીજો નંબર કાજલબેન ભુરાજી કુમરેચા અને ત્રીજો નંબર માયા કાનજીભાઈ માળી ધો.10 રહ્યા હતા. સમગ્ર કાર્યકમનું આયોજન કરવામાં ડાવસ ગ્રામ પંચાયતના સરપંચ, ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

 

From – Banaskantha Update


Share