ધાનેરાના થાવર નજીક દુકાનમાં ગાડી ઘૂસી જતાં દોડધામ

Share

 

ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક મોટી દુર્ઘટના બનતાં ટળી ગઇ છે. નેનાવા નેશનલ હાઇવે રોડ પર આવેલા થાવર ગામ નજીકની દુકાનમાં ગતરોજ એક જીપ ચાલકે ગફલતભર્યું વાહન ચલાવતાં જીપ નં. RJ-21-UA-3226 દુકાનની અંદર ઘૂસી ગઇ હતી. જો કે, સદ્દનસીબે દુકાનદાર દુકાનની બહાર હોવાથી જાનહાની થતી અટકી ગઇ હતી.

[google_ad]

 

 

ધાનેરાના થાવર ગામ નજીક ત્રણ રસ્તા પડે છે. એક તરફ રાજસ્થાનના રાનીવાડા તરફ જવાનો મુખ્ય રસ્તો છે તો બીજી તરફ રાજસ્થાનના સાંચોર તરફ જતો મુખ્ય માર્ગ છે. બંને માર્ગ પર દિવસ દરમિયાન નાનાથી લઇ મોટા ભારે ભરખમ વાહનો પસાર થતાં હોય છે. જેના કારણે ત્રણ રસ્તા નજીક નાના-મોટા અકસ્માત થતાં હોય છે.

[google_ad]

 

 

 

 

 

તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી જીપના ચાલકે ગફલત રીતે જીપ હંકારતાં ગાડી રોડ નીચે આવેલી દુકાનમાં ઘૂસી ગઇ હતી. જેમાં દુકાનમાં પડેલ તમામ માલ-સામાનને નુકશાન થયું હતું. આમ તો દુકાન પર સવાર અને સાંજ ગ્રાહકો ઉભા રહેતાં હોય છે. જો કે, દુકાનદાર દુકાનની બહાર હોવાના કારણે મોટી જાનહાની થતી અટકી ગઇ હતી. ગ્રામજનો નેશનલ હાઇવેની બંને બાજુ સુરક્ષા માટેની માંગ કરી રહ્યા છે.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share