ડીસાના મુડેઠા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

Share

 

ભીલડી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો મુડેઠા નજીક રવિવારે હાઇવે રોડ ઉપર નાકાબંધી દરમિયાન ડીસા તરફથી આવતી એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવતાં તેને રોકવા ઇશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ભગાડતાં પોલીસે પીછો કરતાં કાર કાચા રોડ પર ફસાઇ જતાં ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

[google_ad]

 

 

જેથી પોલીસે સ્વીફ્ટ કાર નં. GJ-01-RF-7964 માં તપાસ કરતાં વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન નંગ-632 કિંમત રૂ. 89,600, કાર અને મોબાઇલ મળી કુલ રૂ.3,99,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ભીલડી પોલીસે કારના ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 

 

 


Share