ડીસાના દીપક હોટલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : સદ્દનસીબે મોટી જાનહાની ટળી

Share

ડીસાના દીપક હોટલ નજીક શુક્રવારે મારૂતિ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરના દીપક હોટલ ચાર રસ્તા નજીક ભારત પેટ્રોલિયમ લખેલ ટ્રકના ચાલકે ચાર રસ્તા પસાર કરી રહેલ મારૂતિ કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાત્રિનો સમય હોય કે પછી દિવસનો સમય અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે.

[google_ad]

ખાસ કરીને મોટા હેવી વાહનોના ગફલતભર્યાં ડ્રાઇવીંગના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જેમાં એક માસૂમ જીંદગીઓને પણ આવા અકસ્માતોમાં મોતને ભેટી છે. ત્યારે બે દિવસ અગાઉ જ ડીસાના દીપક હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

advt

 

જે બાદ શુક્રવારે પાલનપુર તરફથી આવી રહેલી ભારત પેટ્રોલિયમ લખેલ ટ્રક ડ્રાઇવરે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી દીપક હોટલ નજીક રસ્તો પસાર કરી રહેલ મારૂતિ કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

From – Banaskantha Update


Share