પાલનપુરમાં બનાસ ડેરી નજીક સૈનિક સ્કૂલ નિર્માણ પામશે

Share

 

જીલ્લાના બાળકો સુરક્ષાના ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે તે માટે આવનાર દિવસોમાં બનાસ ડેરી-પાલનપુર નજીક સૈનિક સ્કૂલ બનાવશે. શંકરભાઇ ચૌધરી અને તેમની ટીમે આ માટેના પ્રયાસો શરૂ કર્યાં છે.

[google_ad]

 

 

 

 

 

પ્રોજેક્ટ માટે મોરીયા ગામ સહીતની જગ્યાઓ પર ચર્ચા-વિચારણા ચાલી રહી છે. સૈનિક સ્કૂલ સ્થાપવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયને થોડા દિવસ પહેલાં અરજી કરાઇ હતી. આ અંગે મોટી જાહેરાત ટૂંક સમયમાં થશે.

[google_ad]

 

 

 

 

 

આ અંગે ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘અમે થોડા દિવસ પહેલાં સંરક્ષણ મંત્રાલયને અરજી કરી છે. બનાસ ડેરી દ્વારા સંચાલિત ગલબાભાઇ નાનજી પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે.’

[google_ad]

 

 

 

 

 

આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘જ્યારે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું હતું કે, બનાસ ડેરીએ આવી શાળા સ્થાપવી જોઇએ. અમારો સરહદી જીલ્લો છે અને અમે ઇચ્છીએ છીએ કે, વસ્તીમાં રાષ્ટ્રવાદ વધે. આ ઉપરાંત જીલ્લાના બાળકો ઉંચા અને મજબૂત છે.

[google_ad]

 

 

 

 

 

 

જો પરવાનગી આપવામાં આવશે. તો સૂચિત પ્રોજેક્ટમાં અમે ધો. 5 થી 12 ના વિદ્યાર્થીઓને દરેક વર્ગમાં શરૂઆતમાં 50 ની સંખ્યા સાથે નોંધણી કરવાનું આયોજન કરી રહ્યા છીએ. અમે છોકરાઓ અને છોકરીઓ બંનેને પ્રવેશ આપીશું. જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બનાસ ડેરીએ મેડીકલ ક્ષેત્રે પદાર્પણ કર્યાં બાદ હવે સૈનિક શાળા બનાવવા તરફ જઇ રહી છે. આ માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયને અરજી સબમીટ કરી છે.’

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share