બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ખાનગી ગાડીમાં ડીસા-ધાનેરા હાઇવે પર ડમ્પર ચેકીંગ કરી રહી હતી. જે દરમિયાન ટીમે કંસારી નજીકથી પસાર થતાં રેતી ભરેલા 4 ડમ્પરો રોકાવી રોયલ્ટી બાબતે તપાસ કરતાં ડમ્પર ચાલકો પાસે કોઇ પ્રકારની રોયલ્ટી મળી ન આવતાં ભૂસ્તર વિભાગની ટીમે 4 ડમ્પરો જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવી રૂ. એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી શખ્સોને રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો હતો.
[google_ad]
આ અંગે ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ‘સરકારી ગાડીના ચેકીંગની ખબર ખનીજ ચોર અવાર-નવાર રાખતાં હોઇ અમે ખાનગી ગાડીમાં અમારી ટીમને બુધવારે વહેલી સવારે ચેકીંગ અર્થે મોકલી હતી. જે દરમિયાન ટીમે કંસારી નજીકથી રોયલ્ટી વગર પસાર થતાં 4 ડમ્પરો ઝડપી પાડયા હતા. જે ડમ્પરોને જપ્ત લઇ રૂ. 10 લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
[google_ad]
ભૂસ્તર વિભાગની ટીમ ખનીજ ચોરી ઝડપવામાં અવાર-નવાર અનેક કીમીયા અજમાવીને પણ ખનીજ ચોરી ઝડપવામાં સફળ રહ્યા છે. જો કે, બુધવારે વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકીંગ કરાતાં ડમ્પરો ઝડપાયા બાદ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
[google_ad]
બુધવારે વહેલી સવારે ઝડપાયેલા ડમ્પરો નં. RJ-04-GB-7661 માં 33.17 ટન, RJ-16-GA-3538 માં 32.11 ટન, RJ-46-GA-2347 માં 32.92 ટન અને GJ-08-Z-5992 માં 30.04 ટન રેતી હોવાનું વજન કરાવ્યા બાદ માલૂમ પડયું હતું.’
[google_ad]
From-Banaskantha update