પાલનપુરમાં મહાદેવના મંદિરમાં આભૂષણો સહિતની થઇ ચોરી

Share

પાલનપુર તાલુકાના પીંપળી ગામે મંગળવારે રાત્રે તસ્કરોએ મહાદેવજીના મંદિરના દરવાજાનું તાળું તોડી અંદરથી રૂપિયા 11,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગૂનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

[google_ad]

પાલનપુર તાલુકાના પીંપળી ગામે મંગળવારે રાત્રે તસ્કરોએ મહાદેવજીના મંદિરના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાંથી આરતી કરવા માટેનું રૂપિયા 7500નું એમ્પલિફાયર, રૂપિયા 3500નું પંચઘાતુનું છત્તર મળી કુલ રૂપિયા 11,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે મોઘજીભાઇ કાનજીભાઇ પટેલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગૂનો નોંધી તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

From – Banaskantha Update


Share