ડીસામાં મગફળીના ટેકાના ભાવે બીજા દિવસે એક પણ ખેડૂત નહી : ખુલ્લા બજારમાં સારા ભાવ મળવાથી ટેકાના ભાવે એક પણ ખેડૂત ફરકયા નહી

Share

 

બનાસકાંઠા જીલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ ચૂકી છે. ટેકાના ભાવે ખરીદીનો બુધવારે બીજો દિવસ હોવા છતાં હજુ સુધી એક પણ ખેડૂત મગફળી કેન્દ્ર પર પોતાની મગફળી વેચવા માટે આવ્યો નથી.

[google_ad]

 

 

સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે. છેલ્લા કેટલાંક સમયથી સરકાર દ્વારા ચોમાસુ મગફળીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે અને ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી પોષણક્ષમ ભાવો મળતાં હોય છે. પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવાનું ટાળી રહ્યા છે.

[google_ad]

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં પણ લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત થઇ ચૂકી છે અને બુધવારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો બીજો દિવસ હોવા છતાં હજુ સુધી એક પણ ખેડૂત મગફળી કેન્દ્ર ઉપર પોતાની વેચાણ કરવા માટે આવ્યો નથી. આ વર્ષે મગફળી ખરીદવા માટેની કામગીરી રાજ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમને સોંપવામાં આવી છે. ડીસામાં આ કામગીરી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી એક પણ ખેડૂત પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેન્દ્ર પર પહોંચ્યો નથી.

[google_ad]

 

 

 

મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી રહેલા અધિકારીઓ દ્વારા 50 થી વધુ ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી મગફળી કેન્દ્ર પર એક પણ ખેડૂત મગફળીના વેચાણ માટે આવ્યો નથી. આ બાબતે અમે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, ‘આ વર્ષે ખુલ્લા બજારમાં મગફળીના ભાવો ખૂબ જ સારા છે અને ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળતાં હોવાથી ખેડૂતો પોતાની મગફળી ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે અને તેના કારણે ટેકાના ભાવે મગફળી વેચવાનું ટાળી રહ્યા છે.’

[google_ad]

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં પ્રથમવાર એવું જોવા મળ્યું છે કે, ‘ખેડૂતો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ટેકાના ભાવે પણ વેચાણ કરવાનું ટાળી રહ્યા છે. અને તેનું મુખ્ય કારણ એ છે કે, સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે મગફળીના પ્રતિમણ રૂ. 1105 નક્કી કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોને ખુલ્લા બજારમાં રૂ. 1200 થી રૂ. 1300 નો ભાવ મળતો હોવાના કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરવા માટે પ્રેરાઇ રહ્યા છે.’

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 


Share