ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

 

ડીસા શહેરમાં ટ્રાફીક સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જે ઓવરબ્રિજનું થોડા માસ પહેલાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ નેતાઓ દ્વારા માત્ર પબ્લીક સીટી કરવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરી માત્ર વાહવાહી મેળવી હોય તેવું દેખાઇ રહ્યું છે. નવા બનાવેલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો બંધ રાખવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટનું બીલ કોણ ભરશે.

[google_ad]

 

જેને લઇને નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ખો-ખો દાવ રમી રહ્યા છે. જેના લીધે નવા ઓવરબ્રિજ પર રાત્રિ દરમિયાન અંધારપટ છવાયો છે. જેના લીધે વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. શહેરીજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વહીવટી તંત્ર અને નબળી નેતાગીરીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઇ જ ધ્યાનમાં લેવામાં આવતું નથી.

[google_ad]

ત્યારે બુધવારે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ ડો. રમેશભાઇ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ચિમકી ઉચ્ચારી હતી કે, જો નવા ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં નહી આવે અને

[google_ad]

ઓવરબ્રિજના સર્વિસ રોડ પરનું નવિનીકરણ કરવામાં નહી આવે તો આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકરો સાથે ધરણાં-ઉપવાસ આંદોલન શરૂ કરાશે અને જે કોઇ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી વહીવટી તંત્ર અને સરકારની રહેશે.

[google_ad]

સાથે-સાથે હાઇવે પરની 15 સોસાયટીના રહીશોને ઓવરબ્રિજ નીચે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના લીધે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. જેમાં ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નાના બાળકો, મહીલાઓ અને સિનિયર સીટીઝનો દ્વારા ન છૂટકે રોંગ સાઇડમાં ચાલવા મજબૂર બની રહ્યા છે.

[google_ad]

જેના લીધે ભવિષ્યમાં આકસ્મિક ઘટનાઓમાં વધારો થઇ શકે છે. ત્યારે સોસાયટીના રહીશો માટે ઓવરબ્રિજ નીચે કટ મૂકવામાં આવે તેવી પણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઇ છે.

[google_ad]

 

 

From-Banaskantha update

 

 

 


Share