ડીસા જલારામ ચોકડી પર એસ.ટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

Share

ડીસા જલારામ ચોકડી પર એસ.ટી બસને ટ્રકના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી બસમાં બેસેલ મુસાફરોને નાની મોટી ઇજા થવા પામી હતી. એસ.ટી બસના ડ્રાઈવરે ટ્રક ચાલક વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક પછી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ત્યારે મંગળવારે રાત્રે 10 વાગ્યાના આસપાસ થરાદથી હાલોલ પાવાગઢના રૂટ વાળી એસ.ટી બસ જેનો નંબર GJ-18-Z-5433 ડીસા નવા બસ્ટેન્ડથી જલારામ ચોકડી જતા દીપલ હોટલ તરફથી પુર ઝડપે ગફલક ભર્યું ડ્રાઈવિંગ કરી આવી રહેલ ટ્રક જેનો નંબર GJ-08-U-3325ના ચાલકે એસ.ટી બસના ડ્રાઈવર સાઈડ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

 

[google_ad]

જેમાં એસ.ટી બસમાં બેઠેલ ત્રણ મુસાફરોને નાની મોટી ઇજા થવા પામી હતી. જેમાં (1) સુરજબેન ડાયાભાઈ વાઘેલા રહે.બાઈવાડા.તા.ડીસા. (2)દક્ષ દિલીપભાઈ મહેતા રહે.થરાદ.અને એક છોકરીને ઇજા થતાં 108 મારફતે ડીસા સિવિલ હિસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તેમજ મોટી જાનહાની ટળી હતી.

 

[google_ad]

જે બાદ એસ.ટી બસના ડ્રાઈવરે તાત્કાલિક ડીસા ડેપોમાં જાણ કરતા ડીસા ડેપોના વર્ક સોંપના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ એસ.ટી બસના ડ્રાઈવર સુરસિંગભાઈ રૂપાભાઈ પટેલિયાએ ડીસા ઉત્તર પોલીસ મથકે ટ્રક નંબર GJ-08-U-3325ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share