ડીસામાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની કોઇ વ્યવસ્થા ન કરતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો

Share

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત કર્યાં બાદ મંગળવારથી રાજ્યના અનેક માર્કેટોમાં ગુજરાત રાજ્ય અન્ન અને નાગરીક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જો કે, કેટલાંક માર્કેટયાર્ડોમાં હજુ સુધી બારદાન ન પહોંચતા અને કોઇ વ્યવસ્થા ન થતાં ખેડૂતોનો માલ લેવાનું શરૂ ન થતાં ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

[google_ad]

રાજ્યમાં મગફળી પકવતાં ખેડૂતોને છેલ્લા કેટલાંક વર્ષોથી પોષણક્ષમ ભાવો ન મળતાં સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. જો કે, નાફેડ દ્વારા ટેકાના ભાવની ખરીદી સહકારી સંસ્થાઓને આપતાં મોટાપાયે ગેરરીતી આચરી હતી અને વ્યાપક કૌભાંડ બહાર આવ્યું હતું.

[google_ad]

 

જેના કારણે સરકારે છેલ્લા બે વર્ષથી ટેકાના ભાવથી ખરીદીની જવાબદારી નાફેડ મારફતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરીક પુરવઠા નિગમને સોંપી છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં કુલ 14 માર્કેટયાર્ડોમાં નિગમ દ્વારા ખરીદી કેન્દ્ર શરૂ કરાયા છે. જીલ્લામાં માત્ર 6,000 જેટલાં જ ખેડૂતોએ મગફળીની નોંધણી કરાવી હતી.

[google_ad]

advt

જેમાં ડીસામાં 1,200 જેટલાં ખેડૂતો મગફળીની નોંધણી કરી હતી. મંગળવારથી એટલે કે લાભ પાંચમથી ખેડૂતોનો માલ લેવાનું શરૂ કરવાનું હતું પરંતુ ડીસા માર્કેટયાર્ડમાં ખરીદ કેન્દ્રો પર હજુ સી.સી. ટી.વી. કેમેરાઓ લાગ્યા નથી અને કર્મચારીઓ ખરીદ કેન્દ્રો પર આવ્યા પણ બારદાન સહીતની કોઇ વ્યવસ્થા કરાઇ નથી. મુર્હૂતના પ્રથમ દિવસે જ ખરીદીની કોઇ વ્યવસ્થા ન થતાં ખેડૂતોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે.

From – Banaskantha Update


Share