ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીનું વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરાયું

Share

ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં ગુરૂવારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાનું વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરાયું હતું.

[google_ad]

હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી દિવાળી પર્વની ઉજવણી હાલમાં સમગ્ર ભારતભરમાં થઇ રહી છે. ત્યારે ડીસામાં પણ ગુરૂવારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાનું વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરી ઉજવણી કરાઇ હતી.

[google_ad]

ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં દિવાળીના પર્વ નિમિત્તે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા પહોંચ્યા હતા. જ્યાં ડીસામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિઓ દ્વારા કીર્તિસિંહ વાઘેલાનું સન્માન કરાયું હતું.

[google_ad]

આ અંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘વર્ષો પહેલાં બનાસકાંઠા જીલ્લાની પરિસ્થિતિ અલગ હતી. આજે જે પ્રમાણે બનાસકાંઠા જીલ્લામાં વિકાસ વધી રહ્યો છે. તેના કારણે હાલ બનાસકાંઠા જીલ્લાનું નામ ગુજતું થયું છે.

[google_ad]

2017 ના પૂરમાં ભાજપ સરકાર દ્વારા અનેક પ્રકારની સેવાઓ પુરી પાડતાં બનાસકાંઠા જીલ્લો ઉભો થયો હતો. પરંતુ જ્યારે ચૂંટણીનો સમય આવ્યો ત્યારે માત્ર 3 સીટ પર જ ભાજપ વિજય બન્યું હતું.

[google_ad]

 

ત્યારે હવે આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જીલ્લામાંથી 9 સીટો ભાજપની આવે તેવી અપિલ કરી હતી. આ પ્રસંગે મંત્રીએ તમામ લોકોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.’

 

From – Banaskantha Update


Share