પાલનપુર-મહેસાણા હાઇવે પર અકસ્માતમાં ગાયિકા સહીત ત્રણ ઘાયલ

Share

બનાસકાંઠાના દાંતીવાડાની પ્રસિદ્ધ ગાયિકા સપનાબેન અરવિંદભાઈ દરજી પોતાની કારમાં બુધવારની મોડી રાત્રે પાટણ પાસે એક કાર્યક્રમમાં હાજરી આપી પરત દાંતીવાડા જઇ રહ્યા હતા.

[google_ad]

તે દરમિયાન પાલનપુર- મહેસાણા હાઇવે ઉપર છાપી નજીક આવેલ શિવશક્તિ હોટલ આગળ પાલનપુર તરફથી રોંગ સાઈડે આવતી એક ટ્રકના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવી કારને જોરદાર ટક્કર મારતાં કારના આગળના ભાગના ફુરચા ઉડી ઉડી ગયા હતા.

[google_ad]

advt

તે દરમિયાન કારમાં સવાર સિંગર સપના દરજી, અરવિંદભાઈ પ્રતાપજી દરજી તેમજ કારના ચાલકને શરીરે ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલીક સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતાં.

[google_ad]

 

 

જો કે, અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં છાપી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં ઘવાયેલ સિંગર સહીત તમામની તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે.

From – Banaskantha Update


Share