ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

Share

ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુરૂવારે પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાજલિ સંભારણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં દલાભાઇ નામના પોલીસ જવાન મૃત્યુ થવાથી સન્માનપત્ર આપી તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું.

[google_ad]

આ પ્રસંગે ડીસા ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝા, ડીસા દક્ષિણ પી.આઇ. વાય.એમ. મિશ્રા, ડીસા દક્ષિણ પોલીસ જવાન મિત્રો અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

જે જવાનો ફરજ દરમિયાન પ્રમાણિકતા અને ઇમાનદારી બતાવી પોતાની ફરજ નિભાવી છે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

 

From – Banaskantha Update


Share