ડીસા એ.પી.એમ.સી. દ્વારા શહેર-તાલુકાની જનતાનું રૂ. 42 લાખનું વિમા પ્રિમિયમ ભરાયું : ડીસા માર્કેટયાર્ડ દ્વારા અકસ્માત વિમાની સહાય ચૂકવાઈ

Share

ડીસા માર્કેટયાર્ડ દ્વારા શનિવારે અકસ્માત વિમા યોજના હેઠળ 4 કમનસીબ મૃતકના પરિવારને રૂ.1-1 લાખની સહાયના ચેક આપવામાં આવ્યા હતા.

[google_ad]

ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ડીસા દ્વારા ડીસા શહેર અને તાલુકાની જનતાનો લેવામાં આવેલ અકસ્માત વિમા યોજના અંતર્ગત ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈના હસ્તે, વાઈસ ચેરમેન કરશનભાઇ પટેલ, ડીરેકટરો ખેતાભાઇ કોલા, નાગજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થ પ્રકાશજી પાંચાજી ઠાકોર (રહે. ખરડોસણ), ધર્મેશ અશોકકુમાર વાઘેલા (રહે. ડીસા), મફાજી મોબતાજી ધુખ (રહે. વાસણા) અને સુખાજી વિહાજી ઠાકોર (રહે. ખરડોસણ) ના પરિવાર ને રૂ. 1-1 લાખની સહાયના ચેક આપવામાં આવ્યા હતા.

[google_ad]

advt

 

આ પ્રસંગે ડીરેક્ટર બાબુભાઈ પાનકૂટા, દિનેશભાઈ ત્રિવેદી, અરજણભાઇ પટેલ, રેવાભાઇ દેસાઈ, દશરથભાઇ પટેલ, ઈશ્વરભાઈ દેસાઈ, સેક્રેટરી અમૃતભાઈ જોષી અને વિમા વિભાગના ભરતભાઇ ખટાણા ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

 

 

આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોષીએ જણાવ્યું હતું કે, ‘ડીસા માર્કેટયાર્ડ દ્વારા વર્ષ 2021-22 દરમિયાન શહેર અને તાલુકાની જનતાની અકસ્માત વિમા યોજના હેઠળ રૂ. 42 લાખનું પ્રિમિયમ ભરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 77 વિમા રજીસ્ટર્ડ થયા છે. જેની સામે 17 લાખની સહાય ચૂકવાઈ છે. ‘

 

From – Banaskantha Update


Share