ડીસાની એક સોસાયટીમાં ત્રણ યુવકોને મંદિરે બેસવાની ના પાડતાં યુવકના પિતાને લાફો ઝીંકતાં ચકચાર

Share

ડીસાની આકાશ વિલા સોસાયટીમાં આવેલા ગોગા મહારાજના મંદિરના ઓટલા ઉપર કેટલાંક યુવકો અવાર-નવાર બેસી સિગારેટ પિતા હોઇ નજીકના રહીશે બેસવાની ના પાડી હતી. જેની અદાવતમાં મારમારી ધમકી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આકાશ વિલા સોસાયટીમાં ગોગા મહારાજનું મંદિર આવેલું છે. જે મંદિર આગળ કેટલાંક યુવકો બેસી સિગારેટ પિતા હોઇ આ બાબતે નજીકમાં રહેતાં રાકેશભાઇ રમેશચંદ્ર ત્રિવેદીએ તેમને ત્યાં બેસવાની ના પાડી હતી.

[google_ad]

જેની અદાવત રાખી સોમવારે સાંજના સુમારે રાકેશભાઇ ત્રિવેદીના ઘરે જઇ જીગ્નેશભાઇ પીરાભાઇ દેસાઇ, જતીનભાઇ પ્રકાશભાઇ ગૌસ્વામી અને આકાશભાઇ રમેશભાઇ વણકરે સ્નેહાબેનને કહેવા લાગેલ કે, તમારા પતિ રાકેશભાઇ ક્યાં છે ? જેથી બહાર ગયા હોવાનું જાણવા મળતાં આ શખ્સોએ સ્નેહાબેનને કહેલ કે, તમારા પતિએ અમને ગોગા મહારાજના મંદિર ઉપર બેસી સિગારેટ પીવાની કેમ ના પાડી છે ? જેથી સ્નેહાબેને કહેલ કે, તે હાજર નથી આવે ત્યારે આવજો પરંતુ આ ત્રણ યુવકો એકદમ ઉશ્કેરાઇ જઇને અપશબ્દો બોલી જતા રહ્યા હતા.

[google_ad]

Advt

જો કે, અવાર-નવાર રાકેશભાઇના ઘર આગળ ઉભા રહી મશ્કરી કરતાં હોઇ આ બાબતે રાકેશભાઇના પિતા રમેશભાઇએ ના પાડતાં આ ત્રણ શખ્સો ઉશ્કેરાઇ જઇ રમેશભાઇને લાફો મારતાં રમેશભાઇના પરિવારના અન્ય લોકો આવી જતાં આ ત્રણ યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. આ અંગે સ્નેહાબેન રાકેશભાઇ ત્રિવેદીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જીગ્નેશભાઇ પીરાભાઇ દેસાઇ, જતીનભાઇ પ્રકાશભાઇ ગૌસ્વામી અને આકાશભાઇ રમેશભાઇ વણકર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share