ડીસામાં વધી રહેલા ડેન્ગ્યુના કેસને લઇ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું : આરોગ્ય તંત્રનું સરપ્રાઇઝ ચેકિંગ

Share

કોરોના જેવી વૈશ્વિક મહામારી ભારતમાં મહદંશે ઓછી થતા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે ડીસામાં પણ ડેન્ગ્યુના કેસો અવારનવાર મળી આવી રહ્યા છે.

[google_ad]

આ બાબતને ધ્યાનમાં લઇ ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ડીસાના અલગ અલગ વર્ગમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આરોગ્યની ટીમ દ્વારા પાણી જન્ય રોગોમાં વધારો ના થાય મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા ના મળે એ હેતુથી પાણીની અંદર દવાઓ અને લોકોને ડેન્ગ્યુથી બચવા માટે સમજણ આપવામાં આવી હતી.

[google_ad]

આજે આરોગ્યની ટીમ દ્વારા ડીસાના અલગ અલગ વિસ્તારોમાં પાણીની તપાસ કરી દવાઓ અને ઘરે ઘરે જઈ અને સમજણ આપવામાં આવી હતી ડોક્ટર જીગ્નેશભાઈ હરિયાણી અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર કેપી દેલવાડીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમો હરેશભાઈ અને તેમની ટીમના સાથી મિત્રો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share