અમીરગઢ પોલીસે એમ્બ્યુલન્સ કારમાં દારૂની હેરાફેરી કરી રહેલાં 3 શખ્સને 80 બોટલ દારૂ સાથે ઝડપી લીધા

Share

અમીરગઢ પોલીસે રાજસ્થાન તરફથી આવતી એક એમ્બ્યુલન્સ કારમાં દારૂની હેરાફેરી કરી રહેલા ત્રણ શખ્સને ઝડપી પાડયા છે. પોલીસે કુલ રૂ. 6 લાખ 84 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

અમીરગઢ પોલીસે બોર્ડર ચેક પોસ્ટ ઉપર નાકાબંધી દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક એમ્બ્યુલન્સ ગાડી નં. RJ-22-PA-5601 નો પીછો કરી ખુણીયા ગામેથી દારૂ સાથે ત્રણ શખ્સને ઝડપી પાડયા છે. ગાડીમાંથી રૂ. 69 હજાર 500 ની કિમતની 80 બોટલ દારૂ અને એમ્બ્યુલન્સ ઇનોવા ગાડી સાથે કુલ રૂ. 6 લાખ 84 હજાર 500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

[google_ad]

advt

 

તેમજ હૈદરઅલી સૈયદ (રહે. ઇન્દીરા કોલોની વિસ્તાર પાલી,રાજસ્થાન ) રાહુલ રાવ ( રહે.ગાંધીનગર, પુનાયતા રોડ, પાલી, રાજસ્થાન) અને ફિરોઝઅલી સીલાવટ (રહે.પુરાના ઘાંચીવાડા, રાજસ્થાન) વાળાઓને પકડી પાડી તેઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

From – Banaskantha Update


Share