સૂર્યકુમારને ચાલુ મેચમાં ચક્કર આવી ગયા : પોલાર્ડ નોટઆઉટ હોવા છતાં પેવેલિયન ભાગ્યો : મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર

Share

ડીફેન્ડિંગ ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સે આઈ.પી.એલ. 2021 માં પોતાની છેલ્લી લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 42 રનથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન સૂર્યકુમારને બેટીંગ દરમિયાન બોલ વાગતાં ચક્કર આવતાંની સાથે પોલાર્ડને પેવેલિયન ભેગા થવાની જલદી હોવાની ઘટના સામે આવી હતી. જેણે ફેન્સનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, મુંબઈએ ટોસ જીતી પહેલા બેટીંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 235 રન કર્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 193 રન જ કરી શકી હતી. એમાં વર્લ્ડ કપ ટીમની યાદીના ઈન્ડિયન ટીમના 2 સ્ટાર બેટર ઈશાન કિશન (84 રન) અને સૂર્યકુમાર યાદવે (82 રન) આક્રમક બેટિંગ કરી હતી.

[google_ad]

 

મુંબઈ માટે આ મેચ પ્લેઓફમાં પહોંચવા માટે કરો અથવા મરો જેવી સ્થિતિમાં રમાઈ હતી. તેણે પહેલા બેટીંગ કરતાં 200થી વધુ રનની સાથે હૈદરાબાદને 171 રનથી હરાવી મેચ જીતવાની હતી. જે શક્ય ના થયું અને તે પ્લેઓફની રેસની બહાર ફેંકાઈ ગઈ હતી.

[google_ad]

 

11મી ઓવર દરમિયાન સિદ્ધાર્થ કૌલે પોલાર્ડ સામે એલ.બી.ડબલ્યું. અપીલ કરી હતી. અમ્પાયરે તેને આઉટ આપ્યો, પછી પોલાર્ડે રીવ્યું લીધો. પરંતુ જ્યારે તેણે રીપ્લે જોયું ત્યારે તેને લાગ્યું કે તે આઉટ છે. આ જોઈને પોલાર્ડ પેવેલિયન ભેગો થયો હતો, પરંતુ જ્યારે થર્ડ અમ્પાયરે સંપૂર્ણ રીપ્લે જોયું ત્યારે બોલ વિકેટને મિસ કરી રહ્યો હતો. ત્યાર પછી પોલાર્ડ ફરી બેટિંગ કરવા આવ્યો હતો.

[google_ad]

 

ઇશાને મેચમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 32 બોલમાં 84 રન કર્યા હતા. જો કે, તેને ઉમરાન મલિકે આઉટ કર્યો હતો. ઈશાને આજની મેચમાં જ મુંબઈ માટે સૌથી ઝડપી અર્ધસદી ફટકારી હતી. તેણે 16 બોલમાં પોતાની ફીફ્ટી પૂરી કરી લીધી હતી. આની સાથે આ સીઝનની સૌથી ઝડપી ફીફ્ટી પણ છે.

 

From – Banaskantha update


Share