દિયોદરની તપસ્વી વિદ્યા સંકુલમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઇ

Share

હીન્દુ સંસ્કૃતિમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે હીન્દુઓનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ અને આ ભવ્ય તહેવારની ઉજવણી દિયોદરની તપસ્વી આર્ટસ કોલેજ, તપસ્વી એસ.આઇ. કોલેજ તથા તપસ્વી વિદ્યાલયના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ સાથે મળી નવરાત્રિની ઉજવણી કરાઇ હતી.

[google_ad]

આ કાર્યક્રમની શરૂઆત મા જગદંબાની આરતીથી કરવામાં આવી હતી. આ પ્રસંગમાં સંસ્થાના પ્રમુખ ડાહ્યાભાઇ પટેલ, કોલેજના આચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ, હાઇસ્કૂલના આચાર્ય હેતલબેન ઠક્કર અને સર્વે સ્ટાફગણ તેમજ તમામ વિદ્યાર્થીઓએ આરતીનો લ્હાવો લઇ મા ના આશીર્વાદ મેળવ્યા હતા.

[google_ad]

 

 

અને વિદ્યાર્થીઓ ડી. જે. ના તાલે પોતાની પરંપરાગત વેશભૂષામાં ઝૂમી ઉઠયા હતા અને છેલ્લે પ્રસાદી તથા નાસ્તો કરી છૂટા પડયા હતા.

 

From – Banaskantha Update


Share