બનાસ ડેરી અને શંકર ચૌધરી વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનારની શખ્સની અટકાયત કરાઇ

Share

 

થોડા દિવસ અગાઉ બનાસ ડેરી અને ચેરમેન શંકરભાઇ ચૌધરી સામે અભદ્ર ટીપ્પણી કરી એક ઓડીયો ક્લીપ સોશિયલ મીડીયામાં વાયરલ કરી હતી. જે મામલે બનાસ ડેરીના એચ.આર. વિભાગના અધિકારીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મનિષ બ્રહ્મભટ્ટની અમદાવાદથી અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી સામે અભદ્ર ટીપ્પણી કરવાના મામલામાં મનિષ બ્રહ્મભટ્ટ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે બનાસ ડેરીના એચ.આર. વિભાગના વિશાલ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે. જે બાદ આરોપીની અમદાવાદ જઇ અટકાયત કરાઇ છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસ ડેરી પશુ પાલનપુરના એકાઉન્ટમાં દર માસે રૂ. 833 કરોડ ચૂકવે છે અને સમગ્ર દેશમાં ઓનલાઇન પેમેન્ટની પારદર્શક પ્રક્રીયા છે. આરોપીએ ચેરમેન શંકરભાઇ ચૌધરીની રાજકીય કારકીર્દીને નુકશાન પહોંચાડવા અને ઓડીયો ક્લીપમાં ફોખટા વિધાનો ઉભા કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ડેરી બદનામી થાય અને સમાજના જૂદા-જૂદા વર્ગોમાં હુલ્લડ થાય તેમજ ઉશ્કેરાટ ફેલાય એવા મેસેજ સોશિયલ મીડીયામાં વાયરલ કરી ગુનો આચર્યો છે.

 

 

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘મનિષ બ્રહ્મભટ્ટ છેલ્લા કેટલાંય સમયથી નેતાઓ અને સામાજીક આગેવાનોની બદનામ કરવાની ધમકી આપી પરેશાન કરી રહ્યો છે. જે મામલે તેની સામે 12 ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજી રાજપૂતે આરોપી મનિષ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.’

 

From-Banaskantha update


Share