જયપુરના ભૂપેન્દ્રએ પાલનપુરના ફરિયાદીને ડ્રગ્સ કેસમાં ફસાવવા જેલમાં કાવતરૂ રચ્યું

Share

બોગસ સ્કીલ પ્રોજેક્ટ ઉભો કરી ૧૨ હજાર છાત્રો સાથે કરોડોની ઠગાઇ કરી હતી

 

જયપુરના ભૂપેન્દ્ર યાદવે ૧૨ હજાર છાત્રોની રૂ. 4 કરોડ કરતાં વધુની ફી જમા કરાવી રૂપિયા ઓહીયા કર્યા મામલામાં શખ્સે હવે ફરિયાદીને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાનો પ્લાન ઘડયો હોવાની વિગતો સામે આવી છે. ભૂપેન્દ્રે જેલમાં જેની પાસે પ્લાન ઘડયો હતો કે, સોનુએ ફરિયાદી પંકજને ફોન કરીને જાણ કરતાં ભૂપેન્દ્રનો ભાંડો ફૂટી ગયો હતો.

 

 

પાલનપુરના એ.એસ. ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને સ્કીલ ડેવલપમેન્ટ અંગેની કામગીરીમાં ભોળવી ભૂપેન્દ્રસિંહ રામસિંહ યાદવ, સુશિલ ધનપતરાય મીણા અને અન્ય લોકોએ ભેગા મળી છેતરપિંડી આચરતાં જુલાઇ-2019 માં ફરિયાદ નોંધાઇ હતી. તા. 29 સપ્ટેમ્બરે ફરિયાદી પંકજ શર્માને સોનુ પટેલ નામના શખ્સે ફોન કરી ભૂપેન્દ્ર યાદવ ફરિયાદનો બદલો લેવા રૂ. 10 લાખનું ડ્રગ્સ ખરીદી પંકજ શર્માને ફસાવવાનો કાવતરૂ રચી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

 

 

સોનુ પટેલ જ્યારે અમદાવાદની સાબરમતી જેલમાં હતો તે વખતે ભૂપેન્દ્રસિંહ રામસિંહ યાદવ અને સુશિલ ધનપતરાય મીણા સાથે જેલમાં મુલાકાત થઇ હતી. આ અંગેની વિગતો આપતાં ફરિયાદી પંકજ શર્માએ જણાવ્યું હતું કે, ‘સોનુભાઇએ અમને ચેતવતા કહ્યું હતું કે, તને રસ્તામાંથી હટાવવા માટેનું કામ આ મને સોંપવામાં આવ્યું છે. એમ.ડી. ડ્રગ્સ અને ફેક કરન્સી જેવા ગંભીર પ્રકારના ખોટા કેસમાં જામીન ન મળે તે પ્રકારે કરી અમે કરેલા કેસો પરત ખેંચાવવાના પેંતરા કરી રહ્યા છો. જે અંગેની સમગ્ર વાતચીતના આધાર પૂરાવા સાથે પોલીસને સોંપવામાં આવ્યું છે.’

 

 

ભૂપેન્દ્રસિંહ રામસિંહ યાદવે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં 2014 અને 2020 માં છેતરપિંડી આચરતાં ફરિયાદો થઇ હતી. આંધ્રપ્રદેશમાં આશરે રૂ. 4.50 કરોડથી પણ 11 હજાર તાલીમાર્થીઓ સાથે છેતરપિંડી આચરી હતી.

 

From-Banaskantha update


Share