ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીને લંકેશનો રોલ મળવા પાછળની રસપ્રદ સ્ટોરી : સિલેકશન કેવી રીતે થયું ?

Share

રામાનંદ સાગર કૃત ‘રામાયણ’ સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીએ 83 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. તેમને રાવણના રોલ મળવા પાછળની સ્ટોરી ઘણી રસપ્રદ છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે તેમનું સિલેક્શન કેવી રીતે થયું?

[google_ad]

 

અરવિંદ ત્રિવેદીએ રાવણનો રોલ એટલી સારી રીતે નિભાવ્યો હતો કે આજની તારીખમાં તેમની જેવી એક્ટિંગ કોઈના કરી શકે. પરંતુ શું તમને ખબર છે, અરવિંદ ત્રિવેદીએ લંકેશના રોલ માટે ઓડિશન જ નહોતું આપ્યું. તેઓ તો રામાયણમાં બીજો જ કોઈ રોલ કરવા ઇચ્છતા હતા. ઘણા ઓછા લોકોને ખબર છે કે તેઓ રાવણનો રોલ કરવા નહોતા માગતા પણ કેવટના રોલનું ઓડિશન આપવા માટે રામાનંદ સાગર પાસે પહોંચ્યા હતા. રામાયણમાં કેવટ એક નાવિક હોય છે, તે ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતાને વનવાસ દરમિયાન ગંગા પર કરવામાં મદદ કરે છે.

[google_ad]

 

આ અંગે અરવિંદ ત્રિવેદીએ એક ઇન્ટરવ્યૂમાં કહી હતી. તેઓ બોલ્યા હતા, ‘હું તો કેવટના રોલ માટે ઓડિશન આપવા ગયો હતો. ઓડિશનમાં હું થોડા પગલાં ચાલ્યો ત્યાં જ રામાનંદ સાગરે કહ્યું હતું, મને મારો લંકેશ એટલે કે રાવણ મળી ગયો’ એ પછી નસીબજોગે તેમને રામાયણમાં રાવણનો રોલ કરવાનો મોકો મળ્યો.\

[google_ad]

 

અરવિંદ ત્રિવેદીએ રાવણનો રોલ પ્લે કર્યા પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી. ઘરે-ઘરે બાળકો તેમની એક્ટિંગ કરતા હતા. ‘લંકેશ હૈ હમ…’આ બોલવાની સ્ટાઇલે અનેક લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે સમગ્ર કરિયરમાં માત્ર રાવણ માટે જ નેગેટિવ રોલ ભજવ્યો હતો.

[google_ad]

 

​​​​​​​રિયલ લાઈફમાં અરવિંદ ત્રિવેદી રામભક્ત હતા. રાવણનો રોલ પ્લે કરવા બદલ તેઓ રોજ ભગવાનની માફી માગતા હતા. અરવિંદ ત્રિવેદીની પૌત્રી ડૉ. અનેરીએ ગયા વર્ષે મુંબઈ મિરરને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને તેમાં ઘણી રસપ્રદ વાતો કરી. ડૉ. અનેરીએ કહ્યું, મારા નાના બહુ મોટા રામભક્ત છે. રાવણની વેશભૂષા પહેર્યા પહેલાં તેઓ ભગવાન રામના ફોટો સામે હાથ જોડીને માફી માંગતા હતા.

[google_ad]

 

​​​​​​આ અંગે ​વધુમાં ડૉ. અનેરીએ કહ્યું હતું, રામાયણ શૉની ઓફર મળી તે પહેલાં નાના પરેશ રાવલ સાથે એક પોપ્યુલર શોમાં વ્યસ્ત જતા. શરૂઆતમાં તો તેમણે રામાયણ શૉ માટે ના પાડી કારણ કે, તે અન્ય પ્રોજેક્ટમાં કમિટમેન્ટ આપી ચૂક્યા હતા પણ ત્યારે પરેશ રાવલે સમજાવ્યું હતું કે, આવો મોકો લાઈફમાં એકવાર મળે છે. તે ખોવો ના જોઈએ. એ પછી નાના રામાયણ શૉ માટે માની ગયા.

From – Banaskantha Update


Share