ડીસામાં તલાટીઓએ માસ સી.એલ. મૂકી તાલુકા પંચાયત આગળ બેનરો સાથે ધરણાં કર્યાં

Share

ડીસા સહીત સમગ્ર ગુજરાતના તલાટી કમમંત્રીઓ તેમની વિવિધ માંગણીઓને લઇ અગાઉ અનેકવાર સરકારમાં રજૂઆત કરી હોવા છતાં પણ આજદિન સુધી સરકાર દ્વારા કોઇ યોગ્ય ર્નિણય લેવામાં આવ્યો નથી.

[google_ad]

જેથી તલાટીઓ દ્વારા એક પછી એક વિરોધના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં અગાઉ કાળી પટ્ટી ધારણ કરી હતી અને એક દિવસ કામથી દૂર રહ્યા હતા. ત્યારે શુક્રવારે તમામ તલાટીઓએ માસ સી.એલ. મૂકી તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં બેનર સાથે ધરણાં કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.

From – Banaskantha Update


Share