જીલ્લાની કાંકરેજી ગાયની માંગમાં સતત વધારો : બનાસડેરી દ્વારા પણ ભૃણ પ્રત્યારોપણનું કામ શરૂ કરાયું

Share

બનાસડેરી પણ ખેડૂતોને સારી ઓલાદના પશુ તૈયાર થાય તે માટે અથાગ પ્રયત્ન સાથે હવે ભૃણ પ્રત્યારોપણનું કામ હાથ ધર્યુ છે. કુવાણાના કશળપુરા ગામના માળી અશોકભાઈ ઉમાભાઈ ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે અને હાલ તેમની પાસે સારી ઓલાદની વાછરડી સહિત 10 જેટલી કાંકરેજી ગાયો છે અને જેઓ આ ગાયોનું દૂધ પોતાના ગામની દૂધ મંડળીમાં ભરાવી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે.

 

[google_ad]

આ ખેડૂતની એક કાંકરેજી ગાય બનાસડેરી અને એનડીડીબીના સહયોગથી ગોદરેજ કંપની રૂા. 80 હજારમાં ખરીદી હતી. કાશળપુરા ગામે બનાસડેરીના વિસ્તરણ અધિકારી હમીરભાઈ પટેલ, હરસેગભાઈ ચૌધરી, ડો.યશપાલભાઈ ચૌધરી, કાશળપુર દૂધ મંડળીના મંત્રી આંબાભાઈ માળી, ચેરમેન હિંમતલાલ માળી, એ આઈ કર્મચારી ડો.પરેશભાઈ માળી ઉપસ્થિત રહી ગાય માલિકને ચેક એનાયત કર્યો હતો.

[google_ad]

હાલમાં આ ભૃણ પ્રત્યારોપણનું કામ ચાલી રહ્યું છે અને ડોઝ તૈયાર થતા આવતા બે ત્રણ માસમાં ખેડૂતોને આનો લાભ મળી શકે છે. એક ગાયમાં ભુર્ણ પ્રત્યારોપણ કરવાનો અંદાજિત 20 હજાર જેટલો ખર્ચ થાય છે. જેમાંથી પાંચ હજાર સરકાર બાર હજાર બનાસ દુધ સંઘ જયારે અંદાજિત ત્રણ હજાર ગાયના મલિકને ગાય ગાભણ થયા બાદ ચૂકવવાના રહે છે.

advt

[google_ad]

ગાયની ઓલાદ સુધરે અને દૈનિક 20 લિટરથી વધુ દૂધ આપે જેના ભાગ રૂપે બનાસડેરી દ્વારા પણ ભૃણ પ્રત્યારોપણ કામ શરૂ કરી દીધું છે. જેમાં દિયોદરના રૈયા ગામે આવેલ બનાસ સંઘ ફાર્મમાં રહેલ છત્રીસ જેટલી ગાયોમાંથી છ જેટલી ગાયોમાં ભૃણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

 

[google_ad]

સારી ઓલાદની કાંકરેજી ગાયના ગર્ભમાંથી બીજ લઈ આ બીજ ને લેબોરેટરીમાં ફલીનિકરણ કરી આ બીજ માંથી બનતા ગાયના બચ્ચાને સાત દિવસ સુધી લેબોરેટરીમાં તૈયાર કરી આ બચ્ચા અન્ય સારી ગાયના ગર્ભમાં મુકવામાં આવે છે અને જે ગાય નવ માસ બાદ સારી ઓલાદના બચ્ચાને જન્મ આપે છે.

 

From – Banaskantha Update


Share