પાડોશીએ 11 વર્ષની માસુમ બાળકીનો હાથ ‘સત પારખા’ માટે ઉકળતા તેલમાં નંખાવ્યો

Share

પાટણ જિલ્લાના સાંતલપુર ગામ ખાતે કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં સતના પારખા માટે એક 11 વર્ષની બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવવામાં આવ્યો. બાળકીના વાલી તરફથી આ મામલે પાડોશી મહિલા સામે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. બાળકી પર અમાનુષી અત્યાચારની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવી છે. મહિલાએ પોતાની વાતની ખરાઈ કરવા માટે બાળકીનો હાથ ઊકળતા તેલમાં નંખાવ્યો હોવાની વાત સામે આવી છે. ઊકળતા તેલમાં હાથ નંખાવ્યા બાદ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી.

 

[google_ad]

આ અંગે મળતી માહિતી પ્રમાણે સાંતલપુર ગામ ખાતે રહેતી લખીબેન મકવાણા નામની મહિલાને પીડિત બાળકીએ થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા વ્યક્તિ સાતે વાતચીત કરતા જોઈ લીધી હતી. જે બાદમાં મહિલાને શંકા પડી હતી કે બાળકીએ આ વાત કોઈને કહી દીધી હશે. બાળકીએ કોઈને આ વાત નથી કરતી તેની ખાતરી કરવા માટે મહિલાએ બાળકીને પોતાના ઘરે બોલાવીને ઊકળતા તેલમાં હાથ નંખાવ્યો હતો. ઊકળતા તેલમાં હાથ નાખવાથી બાળકીનો હાથ બળી ગયો હતો. જે બાદમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ આપી છે.

[google_ad]

પીડિત 11 વર્ષીય સંગીતા મંગળવારે ઘરે એકલી હતી ત્યારે આરોપી મહિલા લખીબેન મકવાણા ઘરે આવ્યા હતા અને અજાણી વ્યક્તિ સાથે વાત કરવાના બનાવને લઈને બાળકીને ધમકાવી હતી. લખીબેને એવું જાણવાનો પ્રયાસ કર્યો હતો કે સંગીતાએ આ વાત કોઈને કરી છે કે નહીં. બાળકીએ ઇન્કાર કરતા લખીબેને તેણીને ઊકળતા તેલમાં હાથ નાખીને સતના પારખા કરવા માટે જણાવ્યું હતું. જે બાદમાં લખીબેન બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતા અને અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની વાત કોઈને કહી ન હોય તો ખાતરી માટે ઊકળતા તેલમાં હાથ નાંખવા જણાવ્યું હતું.

 

[google_ad]

એવી પણ મહિતા મળી છે કે લખીબેનની ઊકળતા તેલની વાત સાંભળીને બાળકી ડરી ગઈ હતી અને તેણીએ આવું કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં લખીબેને બળજબરીથી બાળકીનો હાથ પકડીને ઊકળતા તેલમાં નાખી દીધો હતો. ઊકળતા તેલમાં હાથ નાખતા જ બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં આસપાસના લોકોએ બાળકીને તાત્કાલિક હૉસ્પિટલ ખાતે ખસેડી હતી. આ મામલે ફરિયાદ થતાં પોલીસે આરોપી લખીબેનની ઘરપકડ કરી છે.

 

From – Banaskantha Update


Share