જીલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં મગફળી તેમજ બાજરીમાં રોગ સામે આવતા મોટા પ્રમાણમાં નુકશાન થવાની ભીતિ

Share

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ ખેડૂતો મોંઘા ડાટ બિયારણ લાવી વાવણી કરી હતી જે બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોએ લાવેલ મોંઘા બિયારણ વરસાદ ન થતા પાક મુરઝાવા માંડ્યો હતો અને તે બાદ ભાદરવાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ ફરી સક્રિય બન્યું હતું.

[google_ad]

જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડુતો મોટા પ્રમાણમાં મગફળી અને બાજરીની ખેતી કરતા હોય છે. પરંતુ સતત વરસાદ ખેંચાવાથી અને લાંબા સમય બાદ ફરી વરસાદ પડવાથી મગફળી તેમજ બાજરીમાં સુકારો તેમજ ફૂગ જેવો રોગ તેમજ અન્ય રોગો સામે આવી ગયા છે જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

From – Banaskantha Update


Share