ડીસામાં હીન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ ગરીબ શ્રમિકને આર્થિક મદદરૂપ બન્યા

Share

ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા એક ગરીબ શ્રમિકને નવી લારી બનાવી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેને સ્નાન કરાવી, બાલ, દાઢી કપાવી નવા કપડાં પણ ખરીદી આપવામાં આવ્યા હતા. સંગઠનના આ કાર્યની સરાહના કરવામાં આવી રહી છે.

[google_ad]

ડીસામાં રહેતાં અમરતભાઈ રતીલાલ મોચી ઉર્ફે શેરૂ જેમને લોકો હડમાનના ઉપનામથી બોલાવે છે. તેમની સ્થિતિ ખૂબજ દારૂણ છે. દરમિયાન સેવાભાવીનો ફોન આવતાં ડીસા હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોની, સંગઠનના ઘનશ્યામભાઇ સોની, નટવરજી ઠાકોર, જયદીપભાઇ ચોખાવાલા, કિશનભાઇ ગુર્જર અને પ્રવિણભાઇ બોરવાલ સાથે તેમના ઘરે ગયા હતા.

[google_ad]

advt

આ અંગે નાની ઓરડીમાં એકલા રહેતાં અમરતભાઇ મોચીએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી જમતાં પણ નથી. બે ટાઇમ નાસ્તો કરી લઉં છું. લારીમાં થાય એટલો ધંધો કરું પણ હાલ લારીનાં ટાયરો જામ થઈ જવાથી ધંધો બંધ છે. આથી સંગઠનના મિત્રોએ ચા-નાસ્તો કરાવ્યો હતો. પછી બાલ દાઢી કરાવી સ્નાન કરાવીને નવા કપડાં ખરીદી આપ્યા હતા તેમજ લારી પણ નવી બનાવી આપી હતી. હનુમાનજીના મંદિરે જઇ મૂર્હૂત કરાવી ધંધા અર્થે પ્રસ્થાન કરાવ્યું હતુ.

 

From – Banaskantha Update


Share