જીલ્લામાં વરસાદ પડતા જ પ્રી-મોન્સુન કામગીરીનો ફિયાસ્કો સામે આવ્યો : નીચાણવાળા વિસ્તારના મકાનોમાં ભરાયું વરસાદી પાણી

Share

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે લાંબા વિરામથી રાહ જોઈ બેઠેલા બનાસકાંઠા જિલ્લા વાસીઓમાં ખુશી જોવા મળી છે. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા નહિવત વરસાદ થયો હતો તે બાદ વરસાદ ખેંચાતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો તેમજ બનાસકાંઠા વાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ ફરી બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસુ સક્રિય બન્યું છે.

[google_ad]

છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ બેઠા હતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી તો બીજી તરફ મુર્જાયેલો પાકને પણ જીવનદાન મળ્યું છે. ત્યારે ડીસા તેમજ પાલનપુરની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે ભારે વરસાદ થતાં ડીસાના વોર્ડ નંબર 8ના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે તેમજ નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી.

[google_ad]

તેની પણ આજે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી નિકાળવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશો ના ઘરવખરીના સમાન પણ વરસાદી પાણીથી પલડી જતા સ્થાનિક રહીશોને મોટું નુકસાન થવા પામ્યું હતું.

[google_ad]

તો બીજી તરફ ફુવારા સર્કલ પાસે આવેલ જૈન બોર્ડિંગ પાસેના રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયા હતા. જેથી નગરપાલિકાની પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે. તો બીજી તરફ પાલનપુરની વાત કરવામાં આવે તો ચાર કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાલનપુર આવેલ ટેલિફોન એક્સચેન્જ, મફતપુરા, ગઠામણ પાટિયા, આબુ હાઇવે સહિતના માર્ગો પર પાણી ભરાતા ચારે તરફ પાણી પાણી થયી ગયું હતું.

[google_ad]

પાલનપુરમાં આજે પડેલ ભારે વરસાદના કારણે પાલનપુરમાં આવેલ આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ઢીંચણ સમાં વરસાદી પાણી ભરાયા હતા. સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા હતા. તેમજ આજે વરસાદી પાણી ભરતા પાલિકા દ્વારા કરવામાં આવેલી અગાઉ પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખુલી હતી. પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

From – Banaskantha Update


Share