ડીસાના ભોયણ ગામમાં વીજળી પડતાં મકાનને વ્યાપક નુકશાન

Share

ડીસામાં ત્રણ દિવસથી ભારે ગાજવીજ સાથે પડી રહેલા અવિરત વરસાદના કારણે ડીસાના ભોયણ ગામમાં મકાન પર વીજળી પડતાં મકાન માલિકને વ્યાપક નુકશાન થયું હતું.

[google_ad]

હવામાન વિભાગની આગાહી મુજબ,બનાસકાંઠા જીલ્લામાં ફરી ચોમાસુ સક્રીય થયું છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ડીસામાં શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદ પડતાં ડીસાના ભોયણ ગામના પ્રજાપતિવાસમાં એક મકાન પર વીજળી પડી હતી.

[google_ad]

advt

જેમાં વીજળી પડતાં ધાબા પર લાગેલ મોજીક ટાઈલ્સ તૂટતાં મકાન માલિકને વ્યાપક નુકશાન થયું હતું અને બાજુમાં રહેલા નળીયાવાળા મકાનના નળીયા પણ ફૂટ્યા હતા. પરંતુ ડીસાના ભોયણ ગામે વીજળી પડવાથી સદનસીબે કોઈ દુર્ધટના થઈ ન હતી.

From – Banaskantha Update


Share